મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે એકનાથ શિંદેનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં અમારી પાસે 46 ધારાસભ્યો છે, જેમાંથી 6-7 અપક્ષ ધારાસભ્યો છે. બાકીના શિવસેનાના ધારાસભ્યો છે. આ સિવાય શિંદેએ કહ્યું કે હજુ સુધી અમને ન તો ભાજપ તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો છે અને ન તો અમે તેમની સાથે કોઈ વાતચીત કરી રહ્યા છીએ.
