ગુજરાતમાં ચૂંટણી પહેલા ઉથલપાથલનો સમય ચાલી રહ્યો છે,
પરંતુ હવે આદિવાસીઓનો વિકાસ કરવાનો છે. તેથી જ હું ભાજપમાં જોડાઈ રહ્યો છું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં ગુજરાતના મજબૂત નેતા અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાશે. આદિવાસી સમુદાયમાં અશ્વિન કોટવાલની સારી પકડ છે, હવે તેઓ ભાજપમાં જોડાવાથી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી શકે છે. આદિવાસી નેતા અશ્વિન છેલ્લા કેટલાક સમયથી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ ન મળવાને કારણે કોંગ્રેસ પક્ષથી અસંતુષ્ટ ચાલી રહ્યા હતા.

ભાજપમાં જોડાવા અંગે કોટવાલે કહ્યું, “હું 2007થી ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી મેં તેમની કાર્યશૈલી જોઈ છે. ત્યારથી હું તેમનાથી પ્રભાવિત છું પરંતુ વિચારધારાને કારણે કોંગ્રેસમાં રહ્યો હતો.
ધારાસભ્ય અશ્વિન કોટવાલની સાથે સ્વ. અનિલ જોશીયારાના પુત્ર પણ ભાજપમાં જોડાશે. કોંગ્રેસથી નારાજ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની લાંબા સમયથી ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આજે અખાત્રીજના દિવસે ભાજપમાં જોડાશે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે અશ્વિન કોટવાલ ભાજપના અન્ય નેતાઓની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે. આ સાથે જ ભિલોડાના સ્વ. ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા પણ કેસરીયો ખેસ ધારણ કરશે.
જણાવી દઈએ કે અશ્વિન કોટવાલ આદિવાસી નેતા છે. તેઓ ખેડબ્રહ્મા સાબરકાંઠાની આદિવાસી બેઠક પરથી ધારાસભ્ય છે. ભાજપ વર્ષોથી અહીં જીતી નથી. આવી સ્થિતિમાં ભાજપને એક મજબૂત ચહેરાની પણ જરૂર છે જે આદિવાસી મતો દ્વારા 150 બેઠકોના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મદદ કરી શકે.