મારુ મોઢું બંધ છે
મારુ મોઢું બંધ છે, વાત આ તો પિચકારી ની છે.
જેવી સોસાયટી ની બાર પગ મૂકે એટલે ચાલવાની જગ્યા ગોતે છે.
ચારે કોર પીચકીરીઓ જ પીચકારીઓ,
લાલ, પારદર્શક, કફ વાળી તો વળી સફેદ છે.
અમુક સાવ સૂકી તો વળી આલી-લીલી અને અમુક તો તાજેતર માં જ મારેલી પીચકારી છે.
ચાલતા મારેલી પીચકારી હોય કે હવા કાપતી ઝડપે સ્કુટર પર થી મારેલી હોય છે.
ગાડી વાળા એમા કયાં પાછળ રહે? બારી નો કાચ અડધો ખોલી ને એ લગાવે પીચકારી છે, જે મારે અહીયા ને ઉડે પાછળ પીચકારી છે.
વડીલો કહેતા જોડા દરવાજા ની બાર ઉતારવા, મને લાગે છે એમનો પણ પગ પડ્યો આ પીચકારી મા છે.
મને હતું કે જે પાન પટ્ટી ને માવા ખાય એ જ મારે પીચકારી છે,
પણ અહીયા તો કોરોના થયેલ ના થયેલ ગળું ખંખેરી ને મારે પીચકારી છે.
ખૂબ જ હ્રદયપૂર્વક વિનંતી કરે આ નવશીખાઉ કવયિત્રી છે,
ભાઇ અમને બક્ષી દયો આ થૂંક્યા કાળા કહેર થી…
મારુ મોઢું તો બંધ છે, પણ વાત આ થૂંક રૂપી પીચકારી ની છે..
થૂકીયા રસ્તા પર ચાલવાની જગ્યા શોધતી તેજલ વસાવડા..
