એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને થોડા સમય માટે હાજર રહેવામાંથી મુક્તિ આપી છે. સોનિયા ગાંધીએ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેમની હાજરીની તારીખ થોડા અઠવાડિયા લંબાવવા વિનંતી કરી હતી. જે બાદ EDએ તેમની વિનંતી સ્વીકારી લીધી છે. હવે સોનિયાની પૂછપરછ ક્યારે થશે તે અંગે ED નવી તારીખ જાહેર કરશે.
