કેરળમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસમાં કેટલાક લોકોએ તોડફોડ કરી હતી. કોંગ્રેસે આ ઘટના પાછળ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)નો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે હાથમાં ઝંડા સાથે SFIના લોકો ઓફિસની બારીઓ પર ચઢી ગયા અને તોડફોડ કરી.
