શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું મહારાષ્ટ્ર વિધાનસભાના ફ્લોર પર આવો, જોઈએ કે કોની પાસે સત્તા છે. હું હવામાં વાત કરતો નથી. ઉદ્ધવજી જે કહે તે હું કહું છું. જેઓ બળવો કરી રહ્યા છે, તેઓ ધારાસભ્ય પદ બચાવે. અમે કોઈની સુરક્ષા હટાવી નથી, લોકોમાં રોષ છે. હું દેવેન્દ્ર ફડણવીસને કહીશ કે આ મામલાથી દૂર રહે, નહીં તો તેઓ ફસાઈ જશે.