ખાનગી વાહનો માલિકો પોતાના હોદ્દાનું લખાણ હોય છે. ઉપરાંત સ્લોગનો અને ભગવાનનું નામ અને ફોટા પણ લગાવતા હોય છે. જોકે હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો લખ્યા હોય તો મસમોટો દંડ ભરવો પડશે. કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગે પરીપત્ર જાહેર કર્યો છે. આ લોકો પર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે. વાહન વ્યવહારની જાહેર હિસાબ સમિતિમાં નિર્ણય લેવાયો છે.
