
ધોલેરા તાલુકા ભાજપ મંડલ દ્વારા ધોલેરા તાલુકા ના હેબતપુર -૧ અને ૨ શકિતકેન્દ્રમાં રાષ્ટ્ર નિર્માણ અને નવભારત ના સંકલ્પ સાથે વિશ્વ ની સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીના “પ્રાથમિક સદસ્યતા અભિયાન-2022″અંતર્ગત ઘર – ઘર જઈને અભિયાનમાં લોકોને જોડવામાં આવ્યા. જેમાં ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ સુભાષભાઈ ગોહિલ, ધોલેરા ભાજપ મંડલ પ્રમુખ સાગરભાઈ સોલંકી, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રતિનિધિ અનિલસર વેગડ, ધંધુકા વિધાનસભા આઈ. ટી ઈન્ચાર્જ પરેશભાઈ હપાણી,ભાજપ મંડલના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિતરહ્યા હતા. (તસવીર : પરેશ હપાણી- ધોલેરા)