મહારાષ્ટ્રની ઠાકરે સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર જો ભાજપ સરકાર બનાવે છે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. સાથે એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમની ખુરશી મળશે. શિંદે જૂથના ધારાસભ્યોમાંથી 11ને કેબિનેટ મંત્રી અને 3ને રાજ્યમંત્રીનો દરજ્જો મળી શકે છે.ભાજપ તરફથી 16 કેબિનેટ અને 13 રાજ્ય મંત્રીઓ સહિત કુલ 29 ધારાસભ્યો મંત્રી બની શકે છે.
