ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સ ધ્વારા આજે વર્લ્ડ સોશીઅલ મીડિયા ડે નું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે લગભગ છેલ્લા ૨૫ વર્ષથી સોશીઅલ મીડિયાએ વિશ્વ ઉપર ભરડો લીધો છે. આજના યુવાનોમાં ઈન્ટરનેટનો વધુ પડતા ઉપયોગને કારણે એન્ઝાઈટી, ડીપ્રેશન, સ્ટ્રેસ, ગુસ્સો, એકલતાપણું, નકારાત્મક વલણો આવવા તથા આત્મહત્યા કરવા સુધી વિચારો આવે છે જે સમગ્ર માનવજાત માટે પડકારજનક છે. વ્યક્તીની ક્રીએટીવીટી તથા સેન્સ ઓફ હ્યુમર પણ ખતમ થઇ જાય છે. સોશીઅલ મીડિયાના વિવિધ માધ્યમોના ઉપયોગનું ચલણ એટલુ બધુ વધી ગયુ છે કે લોકોનાં સામાજીક જીવન ઉપર ગંભીર અસર પડી છે. પૂરતી માહીતીનો અભાવ તથા અજ્ઞાનતાના કારણે યુવાનો સાઈબર ક્રાઈમ કરી બેસે છે જેનાથી પોતાના ભવીષ્ય ઉપર પણ અસર થાય છે. માબાપોએ તેમના સંતાનો ઈન્ટરનેટ ઉપર શુ કરી રહ્યાં છે તેની જાણકારી લેવી જોઈએ તથા તેમાં જરા પણ શંકા જણાય તો હકારાત્મકતા સાથે તેનું નિવારણ કરવુ જોઈએ. સોશીઅલ મીડિયા વાસ્તવીક જીવનનો પર્યાય ના બની શકે. તેના કારણે લોકોની તંદુરસ્તી જોખમાય છે તેના ઉપાય તરીકે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે મિત્રો, સામાજીક વાતાવરણ, ઈમોશનલ હેલ્થ, મેળવડાઓ, ઉત્સવો તથા પ્રત્યક્ષ મુલાકાતો કરવી જરૂરી છે. કોલેજના વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા કે હું સોશીઅલ મીડિયાનો ઉપયોગ વિવેકપૂર્વક તથા મર્યાદામાં રહીને કરીશ. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.મહેશ સોનારાએ કર્યું હતુ. કોલેજના સીનીયર પ્રા.ઉર્મીલા પટેલે આભારવિધી કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
