ગુજરાતી સેવા મંડળ વેલ્ફેર સોસાયટી ની એજીએમ મિટિંગ સંપન્ન :-
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ.

૨૬/૮/૨૦૨૨.
આ સમાચાર ઘનશ્યામ ભાઈ પટેલ ચેરમેન અને
જનક ભાઈ બ્રહ્મ ભટ્ટ ની આજ્ઞા થી લખાય છે.
સહર્ષ જણાવવાનું કે શ્રી ગુજરાતી સેવા મંડળ વેલ્ફેર સોસાયટી એ નિર્વિઘ્ને અને આનંદ મય રીતે એક દસકો પરિપૂર્ણ કર્યો છે. હવે અગિયાર માં વર્ષે પ્રવેશ કરે છે.આ સાથે જ એ પોતાની આગેકૂચ કરી ને તે એક રજીસ્ટર સોસાયટી બની ગઈ છે.હવે એ નવા નામ નું સંસ્કરણ પામી છે.હવે એનું નામ, ‘ધ ગુજરાતી મ્યુચ્યુલી એડેડ કો- ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ.’
છે. આટલાં ટુંકા ગાળામાં સોસાયટી એ હરણફાળ ભરી છે. આ સોસાયટી માં પારદર્શિતા હોય છે. આમાં સભ્યો એ બેંક માં પૈસા ભરે એ રીતે પૈસા ભરવાનાં હોય છે. સભ્યો ને એમની જરુરીયાત મુજબ લોન જોઈતી હોય તો આપવામાં આવે છે.
આ વર્ષ ની કારોબારી સમિતિ ની નામાવલી પ્રસ્તુત છે:-ઘનશ્યામભાઈ બી.પટેલ- ચેર મેન, જનક ભાઈ બ્રહ્મ ભટ્ટ, મહેશકુમાર ભાઈ દાવડા, પ્રદીપ ભાઈ ચોકશી, નરેન્દ્ર ભાઈ કે. કોટક, રાકેશ ભાઈ પટેલ,જશભાઈ પટેલ, ગીરીશભાઈ રંગપરીયા,આશીત ભાઈ કડકીયા, જયંતિલાલ ભાઈ આર. પટેલ,સૂરેશ કુમાર ભાઈ ગઢીયા,
વિષ્ણુ ભાઈ પટેલ છે.
એજીએમ મિટિંગ સિકંદરાબાદ સ્થિત સેવા મંડળ નાં ઘનશ્યામ ભાઈ પટેલ હોલમાં થઈ હતી.
સમય દસ કલાકે સવારે. તારીખ: ૨૬/૬/૨૦૨૨. ના રોજ આયોજિત કરવામાં આવી હતી.
મંચસ્થો તરફથી દીપ પ્રજવન અને ગણેશ પૂજન થી કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી.
મિટિંગ પૂર્વે અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. કરોના નાં કપરાં સંજોગો પછી સૌ રુબરુ મળ્યા, એથી સૌ આનંદ માં આવી ગયાં હતાં. સૌએ આનંદ પૂર્વક અને તાળીઓ નાં ગડગડાટ થી નવી કમિટી ને વધાવી લીધી હતી.
મંચ તરફથી આ સોસાયટી નાં ગુજરાતી સેવા મંડળ વેલફેર સોસાયટી નાં લાભાર્થે ઓછાં માં ઓછાં વ્યાજ દરોમાં મળનારી વિવિધ પ્રકારની લોનો ની જાણકારીઓ આપવામાં આવી હતી. આ વેલ્ફેર સોસાયટી માં સભ્ય મિત્રો એ ભરેલાં પૈસા એકદમ સલામત અને સુરક્ષિત રહેશે એવી બાંયધરી ચેરમેન ઘનશ્યામ ભાઈ પટેલ દ્વારા મંચ પર થી આપવામાં આવી હતી. હવે પૈસા ચેક થી અને ઓન લાઈન થી સ્વીકારવા આવશે.
શ્રોતાજનોએ સુંદર રીતે પોત પોતાનાં પ્રતિભાવો રજું કર્યાં હતાં.
આભારવિધિ પછી રોચક અને સ્વાદિષ્ટ ભોજન સમારંભ થી એજીએમ મિટિંગ ની પૂર્ણાહુતિ થઈ હતી.
સારી સેવા માટે કારોબારી નાં માનદ અધિકારીઓ નું શાલ થી સમ્માન કરવામાં આવ્યું હતું.
ભોજન સમારંભ નાં કેટરર નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ સભા માટે માજી કારોબારી સભ્ય કુંદન ભાઈ પટેલ ખાસ કરીને
ગુજરાત થી આવ્યાં હતાં.
સભામાં તરુણ ભાઈ મહેતા અગ્રેસર રહ્યાં હતાં.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨૬/૬/૨૦૨૨.