“જય જગન્નાથ” ના નાદ સાથે ભારતની બીજી સૌથી મોટી ભગવાન શ્રી જગન્નાથજીની 145 મી રથયાત્રા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ આયોજિત થઈ, આ રથયાત્રામાં સમગ્ર શહેરના નાગરિકો ખૂબ ઉત્સાપણે સહભાગી થતા હોય છે . અને ભગવાન શ્રી જગન્નાથ ના આશીર્વાદ લેવા રથયાત્રામાં આવતા હોય છે, ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોના સહભાગી થવાને લીધે રથયાત્રાના માર્ગ પર ખૂબ મોટી સંખ્યામાં કચરો ગંદકી જોવા મળતી હોય છે. જેને લઈને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા એક વિચાર મૂકવામાં આવ્યો અને રથયાત્રાની પાછળ પાછળ સ્વચ્છતા અભિયાન કરવાનુ નક્કી કરવામાં આવ્યું. સૌપ્રથમ વિદ્યાર્થી પરિષદ દ્વારા 2019 માં પ્રથમ વાર સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વખત ની રથયાત્રામાં વિદ્યાર્થીઓ દ્વાર ૮.૫ કી.મી સુધી રથયાત્રા ના માર્ગ પર રથ ની પાછળ પાછળ રહી ને સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતુ. આ સફાઈ અભિયાન નો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સ્વચ્છતા ને લઈને જાગૃતતા આવે, અને જાહેર સ્થળો પર સ્વચ્છતા માટે લોકો આગ્રહી બને, અને આ અભિયાન માં જોડાયેલા યુવાનોને પણ ધ્યાનમાં આવે કે જાણતા અજાણતા કેટલીક વખત આપણાથી જાહેર સ્થાન ઉપર ગંદકી થતી હોય છે, વિદ્યાર્થીઓની સાથે સાથે લોકોમાં પણ જનજાગ્રતા આવે , અને આવનાર રથયાત્રા પ્લાસ્ટિક મુક્ત રથયાત્રા બને તે ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને વિદ્યાર્થી પરિષદ સ્ટુડન્ટ ફોર સેવા ગતિવિધિ અંતર્ગત આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી સુશ્રી યુતિબેન ગજરે જણાવે છે કે, વિદ્યાર્થી પરિષદના 200 જેટલા કાર્યકર્તાઓ પૂરા ગુજરાતભર માંથી કર્ણાવતી ખાતે ભગવાન શ્રી જગન્નાથની 145 મી રથયાત્રામાં એકઠા થઈને વિદ્યાર્થી પરિષદના સ્ટુડન્ટ ફોર સેવા ગતિવિધિ અંતર્ગત સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું. જે સમગ્ર સમાજ ને માટે પ્રેરણાદાયક અભિયાન સાબિત થશે, સાથે જ હાલના યુવાનોમાં પણ સ્વચ્છતા માટે ના ગુણો સિંચાઈ તે માટે આ અભિયાન પ્રેરણા રૂપ સાબિત થશે સાથે જ સમાજ માટે યુવાનો સેવાના આગ્રહી બને, અને સાથે જ યુવાનોમાં સમાજ સેવાના ગુણ સિંચાઈ તે હેતુથી આ સમગ્ર અભિયાન નું આયોજન કરવામાં આવ્યું કરાયું હતું.