
૨/૭/૨૦૨૨.
શ્યામ સુંદર કશ્યપ જેઓ
હૈદરાબાદ શહેરમાં રહે છે.એમને એક અદ્ભુત શોખ છે. તેઓ યોગ્ય અને દેશપ્રેમી વ્યક્તિઓ ને
પોતાનાં તરફથી છત્રપતિ શિવાજી મહારાજ ની મૂર્તિ ભેટમાં આપે છે. તેઓ બીજેપી સેલ માં છે. તેઓ મૂર્તિઓ
મૂર્તિ કાર પાસે
બનાવડાવે છે.
મૂર્તિ બનાવવાનો ખર્ચ તેઓ એકલપંડે એટલે કે સાવ પોતાને ખર્ચે કરે છે.તેઓ ૨૦૦૨ થી આ શોખને પોષે છે.તેઓ માણસ પારખું છે.તેઓ પરમ દેશ પ્રેમી છે.તેમ જ સમાજ સેવી છે.તેમના પરિવાર નો ટુંકો પરિચય આ પ્રમાણે છે. તેઓ કૈ. તુલજારામ રાવજી આને કાશીબાઈ નાં
સુપુત્ર છે. માતા પિતા હયાત નથી.
તેમની માતૃભાષા મરાઠી છે. તેઓ ને ઘણી ભારતીય ભાષાઓ માં સમજ પડે છે.
તેઓ નાં ધર્મ પત્ની નું નામ ગીતા છે. તેઓ ને બે બાળકો છે જીત્તેશ અને અભિષેક. તેઓ ને સમાજ સેવા માટે પરિવાર તરફથી સારો સહકાર મળે છે. સમાજ સેવા નાં બીજ તેઓ માં નાનપણથી જ છે.આ લખનારે તેઓ નો ટેલિફોનિક
પ્રશ્નોત્તરી કરી ને જરુરી માહિતીઓ મેળવી હતી.
એક વિશાળ વટવૃક્ષ ની જેમ તેઓનાં
સમાજ સેવા ની શાખા ઓ ચોમેર ફેલાયેલી છે.
તેઓ માત્ર રાજકીય પક્ષ ને જ છત્રપતિ શિવાજી મહારાજ ની મૂર્તિ ભેટમાં નથી આપતાં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પોતાનું મહારથ અને કૌશલ્ય હાંસલ કરનારાઓ ને પણ મૂર્તિ ભેટમાં આપે છે. તેઓ સ્વભાવે સરળ છે. તેઓ ને સાદગી પૂર્ણ જીવન ગમે છે. પરંતુ તેઓ નાં વિચારો અને કાર્ય મહાન છે. તેઓએ મેળવેલાં એક એક અવસર બાબત સવિસ્તાર લખી શકાય તેમ છે. પણ એ ફરી ક્યારેક લખીશ.
પ્રસ્તુત છે એમણે આપેલી છત્રપતિ શિવાજી મહારાજ ની મૂર્તિ ભેટમાં લેનાર વ્યક્તિઓ ની એક આછેરી ઝલક.
અત્યાર સુધી તેઓ
૧૦૦૧ મૂર્તિઓ નું વિતરણ કરી ચુક્યા છે.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨/૭/૨૦૨૨.