પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર હોઈ શકે છે. કેપ્ટને પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને બીજેપીમાં ભેળવી દેવાની તૈયારી કર્યા બાદ આ ચર્ચા તેજ બની છે. કેપ્ટનના પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે સારા સંબંધો છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના વિલય બાદ તેમની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવશે.
