રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યા બાદ મહારાષ્ટ્રના અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યાકાંડે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ઉમેશના ભાઈ મહેશ કોલ્ડેએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેણે કેટલાક વોટ્સએપ ગ્રુપમાં નૂપુર શર્મા વિશેના મેસેજ ફોરવર્ડ કર્યા હતા. તેણે આ મેસેજ ગ્રુપમાં જ કર્યા હતા, અંગત રીતે કોઈને ફોરવર્ડ કર્યા નથી.
