ફેમસ રિયાલિટી ટીવી શો રોડીઝમાં ભાગ લેનારી નિહારિકા તિવારીને ઉદયપુરના કનૈયાલાલની જેમ ચીરી નાખવાની ધમકીઓ મળી રહી છે. એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને ધમકી આપી છે. નિહારિકાએ એક વિડીયો પોસ્ટ કરીને ઉદયપુરની ઘટનાની નિંદા કરી હતી. ત્યારથી તેને આવી ધમકીઓ મળવા લાગી છે. ઉલ્લેખનીય છે કે, નિહારિકા છત્તીસગઢના દંતેવાડાની રહેવાસી છે અને હાલમાં તે ઈન્ડોનેશિયામાં છે.
