ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રવિવારે રાત્રે એક વ્યક્તિનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. 35 વર્ષીય યુવકની હત્યા ગત રાત્રે ઘર પાસે આવેલા હનુમાન મંદિરમાં સૂતી વખતે થઈ હતી. સવારે યુવકની લાશ લોહીના ખાબોચિયામાં પડેલી મળી આવી હતી. પોલીસ હવે હત્યા પાછળનું કારણ શોધી રહી છે.
