પીએમ મોદીએ આજે KCRના ગઢમાં જોરદાર ગર્જના કરી. પીએમ મોદી જનસભાને સંબોધવા માટે પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેલંગાણાના લોકો પરિવર્તન ઈચ્છે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેલંગાણા ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ પીએમ મોદીએ ભાજપની વિજય સંકલ્પ સભાને સંબોધત કરી હતી.
