પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં રવિવારે એક બસ ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 11 મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી મોટાભાગનાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. તેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. મળતી માહિતી મુજબ બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા. આ બસ ઈસ્લામાબાદથી ક્વેટા જઈ રહી હતી.
