બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન હંમેશા પોતાના મનની વાત નિર્ભય અને સ્પષ્ટપણે કહે છે. હવે રવિનાએ ટ્વિટર પર ટ્રોલ કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે, અને જાહેર કર્યું છે કે તેણીએ પણ કિશોરાવસ્થાના દિવસોમાં જાહેર પરિવહનમાં છેડછાડનો સામનો કરવો પડ્યો છે. દરેક સામાન્ય યુવતીની જેમ તેને પણ મુંબઈની લોકલ બસોમાં શારીરિક શોષણનો સામનો કરવો પડ્યો છે.
