અસમના 30 વર્ષીય એક્ટર કિશોર દાસનું 2 જુલાઈ, શનિવારના રોજ અવસાન થયું હતું. છેલ્લાં એક વર્ષથી કિશોરને કોલન કેન્સર હતું. કિશોરના અવસાનથી માત્ર પરિવાર જ નહીં, ચાહકોને પણ ઘેરો આઘાત લાગ્યો છે. તેમણે ટીવી સિરિયલ ‘બંધુન ઔર બિધાતા’માં મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો. તે ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ તથા ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં પણ જોવા મળ્યો હતો.
