WhatsAppએ મે મહિનાના રિપોર્ટમાં જણાવ્યું છે કે તેણે પ્લેટફોર્મ પર 19 લાખથી વધારે ભારતીય એકાઉન્ટ્સને બેન કરી દીધા છે. WhatsAppએ પહેલા જ સ્પષ્ટ કહી દીધુ હતું કે તેના પ્લેટફોર્મ પર કંપનીની પોલિસી અને ગાઈડલાઈન્સ ફોલો નહીં કરનાર યુઝર્સને બેન કરવામાં આવે છે. એપ એ યુઝર્સના એકાઉન્ટને બેન કરે છે જે ખોટી જાણકારી, ફેક ન્યૂઝ અથવા અનવેરિફાઈડ મેસેજ ફોર્વર્ડ કરે છે.
