તમે જ્યારે પણ ચા બનાવો છો ત્યારે તેમાં આદુ તો નાખ્યું જ હશે. મોટાભાગના લોકો સ્વાદ માટે આદુ નાખે છે. અથવા ખાંસી, શરદી, તાવમાં તેનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આદુની ચા પીવાના કેટલા ફાયદા છે? સવારની ચામાં આદુ નાખીને તેનું સેવન કરો. તેનાથી વજન ઘટશે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે, પાચનતંત્ર પણ સારું રહેશે.
