કર્ણાટકના હુબલી જિલ્લાની એક પ્રખ્યાત હોટલમાં મંગળવારે સવારે ‘સરલ વાસ્તુ’ ફેમ ચંદ્રશેખર ગુરુજીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે હોટલના રિસેપ્શન પર બે શખ્સોએ તેમને ચાકુ માર્યા હતા. ઘટના બાદ ઘટનાસ્થળે હાજર લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે.
