જૂનાગઢમાં સોમવારે ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો હતો. સાથે સતત વિજળીના ચમકારા થતા હોય પ્રવાસીની સલામતી માટે રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, રોપ-વેમાં રહેલા તમામ પ્રવાસીઓને ઉતારી લીધા બાદ બપોરના 2 વાગ્યા પછી રોપ-વે બંધ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગિરનાર પર્વત પર પવનની ઝડપ વધી ગઇ હતી.
