જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ગોળી મારી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર શિન્ઝો આબેની હાલત સતત બગડી રહી છે. ડોક્ટરો તેમને બચાવવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે, તેમ છતાં કોઈ સુધારો દેખાઈ રહ્યો નથી. ગોળી માર્યા બાદ શિન્ઝો આબેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. આબેના શરીરના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કરી દિધું છે.