સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ચિયાન વિક્રમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર,આજે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમને ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હોસ્પિટલે હજુ સુધી તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ અપડેટ શેર કર્યું નથી. તે તેની આગામી ફિલ્મ પોનીયિન સેલવાનના ટીઝર લોન્ચમાં હાજરી આપવાનો હતો, જે આજે ચેન્નાઈમાં સાંજે 6 વાગ્યે થવાની છે.