ગૌતમ અદાણી હવે ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ છે કે ગૌતમ અદાણી જૂથ આ મહિનાના અંતમાં યોજાનારી આગામી 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેશે અને તેના માટે અરજી કરી છે. આવું કરવાથી અદાણી ગ્રૂપ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને આ ક્ષેત્રના દિગ્ગજ સુનીલ ભારતી મિત્તલની એરટેલને સીધી ટક્કર આપી શકે છે.