કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ફન રાઈડ એક્ટિવિટી ફરી શરૂ કરવા જરૂરી તમામ મંજૂરી મળી ગઈ હોવાથી સ્ટેન્ડિંગ કમિટીએ પણ બહાલી આપી છે. 3 વર્ષ અગાઉ ડિસ્કવરી રાઈડ દુર્ઘટનામાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા અને 29 લોકો ઘાયલ થયા હતા ત્યારે જે કોન્ટ્રાક્ટર પાસે રાઈડનો કોન્ટ્રાક્ટ હતો તેને જ રાઈડ ફરી શરૂ કરવાની મંજૂરી અપાઈ છે.