ગુજરાતમાં કોરોનાના નવા 668 કેસ નોંધાયા છે. 515 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,22,381 નાગરિકો હરાવી પણ ચુક્યાં છે. રિકવરી રેટ 98.79 ટકા છે. રાજ્યમાં કુલ 4046 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિક વેન્ટીલેટર પર છે. જ્યારે 4041 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10948 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થયું નથી.
