ગયા વર્ષે પોર્નોગ્રાફીના કેસમાં ફસાયેલા અને 64 દિવસ જેલમાં વિતાવનાર રાજ કુન્દ્રા હવે અભિનય ક્ષેત્રે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. એક મીડિયા રિપોર્ટના જાણવ્યા અનુસાર, રાજ કુન્દ્રા ગયા મહિને મુંબઈમાં ‘UT No 69’ નામની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. શૂટિંગનું લોકેશન મુંબઈના સબ-અર્બન વિસ્તાર મીરા રોડ સ્થિત ડબ્બા ફેક્ટરી હતું.
