તા-દાંતા – જિ-બનાસકાંઠા – સાબરકાંઠા જિલ્લા આસપાસના વિસ્તારોમાં મોતની મુસાફરી યથાવત જોવા મળી રહી છે

ખેરોજ ચોકડી પાસે ટ્રાફિક પોલીસની સામે જ કમાન્ડર જીપ ઉપરાઉપરી બેસી મુસાફરી કરતા લોકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યા જિલ્લા ટ્રાફિકના જવાનો ટ્રાફિકની કાર પાસે ઊભા છે અને તેમની સામેથી એક કમાન્ડર ગાડી નીકળે છે તેમ છતાં પોલીસ જવાનો આંખ આડા કાન કરી રહ્યાં છે ક્યાં સુધી અને કોના ઈશારે સાબરકાંઠા જિલ્લામાં મોતની મુસાફરી ચાલી રહી છે
કેમ પોલીસ કર્મીઓ વધારે પૈસા કમાવાની લાલચમાં. લોકોના જીવન સાથે ચેડા કરતાં આવા ઈસમો સામે કાર્યવાહી નથી કરતા વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે પોલીસ કર્મીઓ આરામથી ઊભા છે અને તેમની સામેથી જીપની ઉપર અને પાછળ લટકી મુસાફરી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તેમ છતાં પોલીસ કર્મીઓ મૌન રહી સમગ્ર નજારો માણી રહ્યા છે શુ આ વિડીયો જોયા પછી પણ કાર્યવાહી થશે કે પછી જેશે ચલતે હૈ વૈસે ચલને દો કી નીતિ અપનાવવામાં આવશે તેવા અનેક સવાલો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે.