છત્તીસગઢના પંચાયત મંત્રી ટીએસ સિંહદેવ (બાબા)એ રાજીનામું આપી દીધું છે. આ નિર્ણયથી ભૂપેશ બઘેલ કેબિનેટમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ છત્તીસગઢના રાજકારણમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંત્રી ટીએસ સિંહદેવને વિશ્વાસમાં લીધા વિના તેમના વિભાગ સાથે સંબંધિત નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા, જેના કારણે ટીએસ સિંહદેવે ગુસ્સામાં રાજીનામું આપી દીધું છે.