ચૂંટણી પંચ દ્વારા દરેક બુથ લેવલ ઓફીસર ને પોતાના વિસ્તારમાં ઘરે ઘરે વિઝિટ કરવા માટે સૂચના આપવામાં આવી છે,જેથી *22.07.2022* સુધીમાં બી એલ ઓ ઘરે આવશે તેની પાસે મતદાર યાદીમાં નામ , સરનામું વગેરે ચેક કરાવી લેવા તેમજ તમામ નવયુવાનોને જણાવવાનું કે જેમની જન્મ તારીખ *1/10/2004* કે તે પહેલાંની છે અને જો તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ નથી તેમણે નીચે દર્શાવેલ આધાર-પુરાવા (અસલ તથા સ્પષ્ટ વાંચી શકાય તેવી ઝેરોક્ષ) તમારા ગામમાં *BLOશ્રી* આવે,તે તારીખ-સમય-સ્થળની જાણકારી મેળવી- તકેદારી રાખી,તેમને જમા કરાવી, પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી દેવા અંગેનું ફોર્મ ભરવાનું રહેશે. જેમના નામો હાલની મતદાર યાદીમાં ચાલુ છે, તેઓ પોતાના નામની ખરાઈ કરી લેવી, અને જોં કોઈ ભૂલ જણાય તો *BLOશ્રી* પાસે ફોર્મ નંબર 8
ભરાવી લેવું. આપના વિસ્તારમાં *BLOશ્રી* ઘરની મુલાકાત લેવા આવે ત્યારે તેમને સહકાર આપવો અને મતદારયાદીમાં તમારૂં તમારા લાગતા-વળગતા સૌના નામ નોંધાવી દેવાની કાળજી રાખવી,જરૂરી ડોકયુમેન્ટ્સ:
(1) *L.C. અથવા* જન્મનો દાખલો.
(2) આધાર કાર્ડ
(3) લાઈટ બીલ અથવા રેશન કાર્ડ
(4) માતા કે પિતા / પતિના ચૂંટણીકાર્ડ
(5) 1 પાસપોર્ટ સાઈઝ ફોટો.
@ નોંધ :- જે મહિલાઓ લગ્ન કરીને આવેલ છે એમણે પોતાના લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા લગ્નની કંકોત્રીની નકલ પણ સાથે જોડી શકાશે…
અને હા જો કોઇ મતદાર *80- કે તેથી વધુ ઉંમરનાં* હોય તો તેની જાણ પણ કરવી.ચૂંટણી નજીકમાં જ છે તો મહેરબાની કરીને કોઈ રહી ન જાય તેનું ધ્યાન રાખવુ….
🙏🙏