ભારતીય એરક્રાફ્ટ કંપની ઈન્ડિગો એરક્રાફ્ટને પાકિસ્તાનના કરાચી શહેરમાં ઈમરજન્સીમાં લેન્ડ કરવું પડ્યું. UAEના શારજાહ શહેરથી ભારતના હૈદરાબાદ જઈ રહેલા આ પ્લેનનું એન્જિન ફેલ થઈ ગયું હતું. આ પછી પાયલોટે પાકિસ્તાની એટીસી પાસેથી ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગની અનેક ઘટનાઓ સામે આવી છે.