જો તમે પણ બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારા માટે લોન લેવી સરળ બની શકે છે. વાસ્તવમાં, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકિંગ સિસ્ટમ વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. નાણામંત્રીએ બેંકોને ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર બેંકિંગ સિસ્ટમને વધુ સરળ બનાવવાનો આદેશ આપ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે બેંકોએ ગ્રાહકોની સુવિધાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
