આસામમાં ડુક્કરમાં આફ્રિકન સ્વાઈન ફીવરના કેસ નોંધાયા છે. આથી આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં લઈને આસપાસના તમામ ડુક્કરને મારીને દાટી દીધા છે. મળતી માહિતી મુજબ, ડિબ્રૂગઢના ભોગલી પાથર ગામમાં એક ખેડૂતનું ડુક્કર બીમાર પડ્યું હતું. ત્યાર બાદ તેને ટેસ્ટમાં આફ્રિકન સ્વાઈન ફીવર હોવાની પુષ્ટિ થઈ હતી.