મધ્યપ્રદેશની મ્યુનિસિપલ ચૂંટણીમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત જીત હાંસલ કરી રહી છે, ત્યાં કોંગ્રેસ તેના દેખાવમાં સુધારો કરતી જોવા મળી રહી છે. દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP) એ સિંગરૌલીમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. સિંગરૌલીમાં AAPએ કોંગ્રેસ અને ભાજપને મોટો ઝટકો આપતા 21 વોર્ડમાં લીડ મેળવી છે. અહીં બીજેપી બીજા અને કોંગ્રેસ ત્રીજા નંબરે છે.
