ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા છેલ્લા પાંચ વર્ષથી “નો પ્લાસ્ટીક પ્લીઝ” કેમ્પેઈન ચલાવવામાં આવે છે. આ અભીયાન અંતર્ગત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કોટન બેગનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે આ અભીયાન અંતર્ગત વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતી ડૉ.કિશોરસિંહ ચાવડા, રજીસ્ટ્રારશ્રી તથા વિવિધ અધિકારીઓને કોટન બેગ આપી પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા અનુરોધ કર્યો હતો. કુલપતી કિશોરસિંહ ચાવડાએ આ અભિયાનને બિરદાવ્યુ હતુ તથા ખાતરી આપી હતી કે યુનિવર્સિટી દરેક શૈક્ષણીક સંસ્થાઓમાં આ અભિયાન શરૂ થાય તેવા પ્રયાશો કરશે. વધુમાં પ્રિન્સીપાલ વકીલે કહ્યું હતુ કે પ્લાસ્ટીકના વધુ પડતા ઉપયોગના કારણે પર્યાવરણ ઉપર અસર થાય છે જેનાથી પાણી, હવા તથા જમીનને ભયંકર નુકસાન થાય છે. યુવાનોમાં આની ગંભીરતા સમજાવી જાગૃત કરવા જોઈએ.
