તિલકવાડા તાલુકામાં ત્રણ ઇંચ,ડેડીયાપાડામાં અઢી ઇંચ, અને નાંદોદ તાલુકામાં બે ઇંચ,
ગરુડેશ્વરમાં દોઢ અને સાગબારામાં એક ઇંચ વરસાદ.
બે દિવસના વિરામ બાદ નર્મદા માં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રીથઈ છે. આખી રાત વરસાદ ચાલુ રહેતા તિલકવાડા તાલુકામાં ત્રણ ઇંચ, ડેડીયાપાડામાં અઢી ઇંચ, અને નાંદોદ તાલુકામાં બે ઇંચ,
ગરુડેશ્વરમાં દોઢ અને સાગબારામાં એક ઇંચ વરસાદ પડયો છે.નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૦૭૩ મિ.મિ.વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૩૫૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-૧૧૩૪ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, સાગબારા તાલુકો-૧૦૫૯ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૯૧૪ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો-૯૦૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૨૦.૪૬ મીટર, કરજણ ડેમ-૧૦૬.૨૭ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૭.૧૦ મીટર, ચોપડવાવ ડેમ-૧૮૭.૪૫ મીટર અને નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેની ગેજ લેવલ ૧૪.૮૬ મીટરની સપાટી નોંધાઈ છે.
તસવીર : દીપક જગતાપ,રાજપીપલા