ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનો ૨૦૨૧-૨૨ નો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં થયેલા વિજેતા વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટી રેન્કર્સને ઇનામો આપવામાં આવ્યા હતા. કોલેજના શ્રેષ્ઠ એન.એસ.એસના શિબિરાર્થી તથા શ્રેષ્ઠ એન.સી.સીના કેડેટનું પણ સન્માન સાથે ટ્રોફી એનાયત કરી હતી. વર્ષ ૨૦૨૧-૨૨ના “સ્ટુડન્ટ ઓફ ધી કોલેજ” નો ખીતાબ કુ.અંજલી વ્યાસને મળ્યો હતો. કોલેજ તરફથી તેણીને મેમેન્ટો તથા સર્ટીફીકેટ એનાયત કર્યું હતુ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલે કહ્યું હતુ કે એકેડેમીક્સ, સ્પોર્ટ્સ, કલ્ચરલ ઇવેન્ટ્સ તથા યુથ ફેસ્ટીવલમાં જે વિદ્યાર્થીઓએ સિધ્ધી પ્રાપ્ત કરી છે તે સૌનું અભિવાદન કરી ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.