ભારત, શ્રીલંકા કે પાકિસ્તાન નહીં, UAE માં રમાશે એશિયા કપ, BCCIની જાહેરાત

એશિયા કપ 2022 હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ મુંબઈમાં યોજાયેલી એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ આ માહિતી આપી હતી. ગાંગુલીએ જણાવ્યું કે, UAEમાં વરસાદ નથી પડતો હોવાથી ત્યાં જ આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં યોજાવાની હતી. નોંધનીય છે કે, કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે અને તે T20 ફોર્મેટમાં રમાશે.