
શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા ગઈ કાલે તા. ૨૧ મી જુલાઈ નાં રોજ એક દિવસીય પર્યટન નું આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષા કલ્પના બેન દવે ની અનુમતિ થી આ સમાચાર લખાય છે. અધ્યક્ષા કલ્પના બેન દવે અને માનદમંત્રી સાધના બંગારુ આ બંને એ મળી ને પર્યટન સ્થળ નક્કી કર્યું.આ બાબત સર કમિટી ની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં આ બાબત રજુ કરવામાં આવી.
સર્વાનુમતે પર્યટન
નું આયોજન કરવાનું નક્કી થયું .
હૈદરાબાદ તેલંગાણામાં સ્થિત મેડચલ વિસ્તારમાં આવેલા ફાર્મ
હાઉસ માં આ પર્યટન નું સ્થળ નક્કી કરવામાં આવ્યું.
શ્રી ગાયત્રી મહિલા મંડળ નાં સભ્યો ને અગાવ થી જાણ કરી નામની નોંધણી કરવામાં આવી.
શ્રી ગાયત્રી મહિલા મંડળ ની બહેનો નાં અતિથિઓને પણ સાથે લાવી શકાય એવું જણાવવામાં આવ્યું હતું. આમાં કલ્પના બેન ની વંદના સૌરવ ઝા પોતાની નાની પુત્રી કીયાના સાથે આવી હતી. કીયાના સૌની લાડકી વ્હાલી દીકરી બની ગઈ હતી.
ક્રિષ્ના બેન જોષી ની ભત્રીજી યશસ્વી તો ખાસ મુંબઈ થી આવી હતી.
વર્ષા બેન ભટ્ટ નાં વેવાણ મીના ગોરખ હતાં.
આ ઉપરાંત બહેનો ની ઈતર જ્ઞાતિ ની બહેનપણી ઓ પણ આવી હતી.
અગાવ થી બસ ભાડે થી નક્કી કરવામાં આવી હતી. બસ શ્રી ગુજરાતી સેવા મંડળ પાસે નાં મુખ્ય રસ્તેથી ઉપડવાની હતી.
સૌ બહેનો સમય અનુસાર બસ ઉપડવા નાં સ્થળે હાજર થઈ ગઈ હતી. બધી બહેનો નો ખુબ જ ઉત્સાહિત હતી.કેટરીંગ માટે કપિલ ભાઈ ભોજન સામગ્રી લઈ ને સાથે જ આવ્યાં હતાં. બસમાં શહેર થી થોડી દૂર ગયા પછી નાશ્તો આપવામાં આવ્યો. નાશ્તા માં ખમણ ઢોકળાં અને ચટણી હતાં.
સૌ પ્રથમ એક બહેને ભજન ગાયું. પછી અંતકડી ની શરૂઆત કરવામાં આવી.
શહેર જેમ જેમ દૂર જતું ગયું એમ એમ હરિયાળી દેખાવાની શરૂઆત થવા માંડી. જોતજોતામાં જુદા જુદા ફાર્મ હાઉસ ધરાવતો વિસ્તાર મેડચલ
આવી ગયું. બસ શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા આયોજીત કરવામાં આવેલું ફાર્મ હાઉસ આવી ગયું.
બધી બહેનો ને
લીંબુ નું પાણી આપવામાં આવ્યું. હોલ માં બધાં ગોઠવાઈ ગયાં. ઉપપ્રમુખ વર્ષાબેન ભટ્ટે સૌ બહેનો નો આપસ માં પરિચય કરાવ્યો.
પછી મહિલા મંડળ ની પ્રિય રમત તંબોલો રમાડવામાં આવ્યો. જીતનાર બહેનો ને રોકડ રકમ ની ભેટ આપવામાં આવી.
ત્યાર બાદ મોંઢા માં બિસ્કીટ રાખી ને એની ઉપર સિક્કાઓ રાખવામાં આવી.
જેનાં સૌથી વધુ સિક્કાઓ બિસ્કીટ ઉપર રાખી શકે એને
વિજેતા ધોષિત કરવામાં આવે એમ નક્કી કરવામાં આવ્યું હતું. આમાં અમિ જોષી બિસ્કીટ ઉપર ૧૧ સિક્કાઓ રાખી ને જીતી ગયાં હતાં.
ત્યાર બાદ ભોજન કરાવ્યું.
ભોજન માં શીરો-પુરી છોલે,
બટેટાં નું શાક, મગ ની દાળ ની ગુજરાતી કચોરી, ખમણ ઢોકળાં ચટણી દાળ-ભાત, પાપડ અને છાશ હતાં.
જમ્યાં પછી થોડોક વિરામ કરીને કેટલીક બહેનો ટહેલવા નીકળી. થોડી બહેનો સ્વીમીંગ પુલ પાસે કાંઠે બેસી ને પાણી માં છબછબિયાં કર્યાં.ગાર્ડન માં ઝુલો બાળકો માટે લસરપટ્ટી વગેરે રમત ગમત નાં સાધનો હતાં.
ફક્ત મહિલાઓ જ હતી એટલે પછી ઘણી બહેનોએ સાથે મળીને રેન ડાન્સ કર્યો. સ્વીમીંગ કર્યું . બીજી બધી બહેનો એ જોવાનો આનંદ ઉઠાવ્યો.
ત્યાર બાદ બે ટીમ આમને સામને રાખી ને
ડમ શેરા જેવો તંબોલો રમાડવામાં આવ્યો. એમાં એક ટીમ ને મોંઢે માસ બાંધવામાં આવ્યાં હતાં જેથી કરીને હોંઠો ફરકાવી ન શકાય. હાથો નાં
ઈશારાથી સામે વાળી ટીમ નાં પોતાના સાથી ને બતાવવાનું હતું.
એણે કોરા કાગળ પર નંબરો લખવાનાં હતાં.
આમાં
કલ્પનાબેન દવે અને મીના ગોરખ ને રોકડ ઈનામ મળ્યું હતું.
પછી ચા કોફી અને નાશ્તો આપવામાં આવ્યાં. નાશ્તા માં ડુંગળી નાં ભજીયા અને બ્રેડ પકોડા હતાં.
પછી ઘરે પરત પહોંચવા માટે સૌ બહેનો બસ માં ગોઠવાઈ ગયી.બસ માં કમિટી બહેનો એ આભાર વિધિ કરી. બસ માં પણ નંબર ગેમ અને એબીસીડી ગેમ રમાડવામાં આવી હતી. શ્રી ગુજરાતી સેવા મંડળ નાં નજીક નાં રોડ પરથી સૌ રાજીખુશીથી છુટા પડ્યાં.
આ કાર્યક્રમમાં
સફળતા પ્રાપ્ત કરવા માટે કલ્પના બેન દવે અને એની સમસ્ત કમિટી ટીમે ઘણી મહેનત કરી હતી.સાધના બેન અને વર્ષાબેને બધાં ને વિવિધ પ્રકારની રમતો રમાડી હતી.
સૌ બહેનો એ કમિટી નો આભાર માન્યો.
પ્રસ્તુત છે કમિટી બહેનો ની નામાવલી:-
કલ્પના બેન દવે,
વર્ષાબેન ભટ્ટ,
સાધના બંગારુ,
ક્રિષ્ના જોષી,
ફાલ્ગુની ભટ્ટ,
ફાલ્ગુની જોષી,
અમિ જોષી,
રીટા જાની,
ભવાની જાની,
દક્ષાબેન જોષી
નલિની પંડ્યા
છે.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨૨/૭/૨૦૨૨.