કેન્દ્ર સરકાર ધીરે ધીરે એલપીજી સિલિન્ડર પરની સબસિડી ખતમ કરી રહી છે. જેના કારણે તિજોરીમાં કરોડો રૂપિયા જમા થઈ રહ્યા છે. 2020-21માં કેન્દ્ર સરકારે LPG સબસિડી તરીકે 11,896 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જ્યારે 2021-22માં આ ખર્ચ ઘટીને માત્ર 242 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ રીતે સબસિડી નાબૂદ કરીને સરકારે માત્ર એક નાણાકીય વર્ષમાં 11,654 કરોડ રૂપિયાની બચત કરી છે.