હૈદરાબાદ સ્થિત રવિન્દ્ર ભારતી કોન્ફરન્સ હોલમાં તારિખ:૨૧ મી જુલાઈ નાં રોજ તેલંગના સરકાર લેંગ્વેજ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા જુના યાદગાર ફિલ્મી ગીતોનો ભવ્ય કાર્યક્રમ “તુમ મુજે યુ ભુલાના પાઓગે” યોજાઈ ગયો. જેના મુખ્ય આયોજક પ્રિન્સેસ નાયરા અને એન્કર સિંગર ફિરોઝ ખાન હતા.
જેમાં મુખ્ય ગાયકો ફિરોજ ખાન, મહમદ સફી, સીમાજી, કવિ મુકેશ, નૂર મારિયા વિગેરે હતા. આ ગાયકો એ સતત ચાર કલાક સુધી પ્રેક્ષકોને મનોરંજન ગીતો રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા. અતિથિ વિશેશ તરુણભાઈ મહેતાએ પણ એક સરપ્રાઈઝ ફિલ્મી ગીત રજૂ કરી એક રેગ્યુલર ગાયક તરીકેની છાપ ઊભી કરી હતી. એન્કર તરીકે ફિરોઝ ખાન અને મહંમદ સાયાની હતા.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી સલીમભાઈ કચ્છી હતા કે જેઓ ઈસ્માયેલી ખોજા જ્ઞાતિના આગેવાન છે. જ્યારે અતિથિ વિશેષ તરીકે શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદના અધ્યક્ષ શ્રી તરુણભાઈ મહેતા અને પ્રખ્યાત સમાજસેવી અને ડોક્ટર શ્રી મોહન ગુપ્તાજી સાહેબ હતા. ઉપરોક્ત મહેમાનો ઉપરાંત અન્ય મહેમાનોનું શાલ અને માલા અર્પણ કરી આયોજકો દ્વારા બહુમાન કરી સન્માન કરવામાં આવેલું.
હૈદરાબાદ સિકંદરાબાદ માં સાહિત્ય સંગીત તેમજ અન્ય લલિત કલા ઓ ને ઘણું જ પ્રાધાન્ય આપવામાં આવે છે.