દેશ થયો ખુશહાલ
દ્રૌપદી મૂર્મુ થયા મહા મહિમ
પ્રકૃતિ પણ ખુશહાલ થઈ
વર્ષા વરસી રહી રીમઝીમ…
આદિવાસી ને વનવાસી
ખુશ થયા સૌ ભારતવાસી,
મહા મહિમ થયા મૂર્મુજી
લોકતંત્રની આ જીત છે સાચી…
ના રૂપ જોયું ના નાત જોઈ,
ના પદ માટેની મોટાઈ કોઈ,
નારી હોય કે હોય આદિવાસી
મહામહિમ થઈ શકે હર ભારતવાસી…
ના જાતવાદ ના પ્રાંતવાદ,
ના પક્ષવાદ ના પરિવારવાદ,
દેશ પ્રથમ જેના દિલમાં છે
તેનો જ હંમેશા છે જયનાદ…
મોટા રાજ્યના મુખ્યમંત્રી
બન્યા યોગીજી જ્યારે
પદ પ્રતિષ્ઠા પાવર કે પૈસો
નતો પાસે ત્યારે …
મોટા દેશના વડાપ્રધાન
બન્યા મોદીજી જ્યારે
પેઢીમાં પણ કોઈ વિરલો
નતો રાજકારણમાં ત્યારે…
મોટા દેશના મહામહીમ
બન્યા દ્રૌપદી મૂર્મુ જ્યારે
સામાન્ય મહિલા આદિવાસી એ
નહોતું ધાર્યું એ ત્યારે…
ભારત દેશના ભારત વાસી
ધારે તે થઈ શકે છે,
શરત એક છે દેશહિતની
અશક્ય શક્ય કરે છે…
ગરીબ બાપનો બેટો
જ્યાં મુખ્યમંત્રી બને છે
ગરીબ બાપનો બેટો
જ્યાં વડાપ્રધાન બને છે…
ગરીબ બાપની બેટી
જ્યાં રાષ્ટ્રપતિ બને છે
જુઓ દેશવાસીઓ
મોદી અશક્યને શક્ય કરે છે…
મોદી છે તો મુમકિન છે
અબળા અબળા શું કરો?
નારી નથી કંઈ અબળા,
સંકલ્પ કરો તમે એવા
દુનિયા જુએ તમને સંબળા…
આદિવાસી હોય કે વનવાસી
સમાન છે સૌ ભારતવાસી,
સમાન ધર્મને સમાન જાતિ
લોકતંત્રની ઓળખાણ છે સાચી…
ભારતનો આ ભવ્ય વારસો
નથી કોઈની પેઢીનો વારસો,
લોકતંત્રની તાકાત જુઓ તો
તમેય બનો જે તમે ધારશો…
કમાલ જુઓ વડાપ્રધાનની
નવા ભારતને નવી શાનની,
અમૃત સમાન છે સમય દેશનો
જ્યાં વાત છે દરેકના સન્માનની…
વડાપ્રધાન છે મોદી
ગૃહપ્રધાન છે શાહ
યુપીમાં છે યોગી
મહામહિમ મૂર્મજી છે વાહ…
બે જ શબ્દોની અટક
દેશને લાવી છે આગળ
હજુ તો જુઓ તમે
શું થાય છે આગળ આગળ…
ઓરિસ્સાની આદિવાસી
મહિલા મૂર્મુજી આજે
મહા મહિમ બન્યા
ભારતના સર્વાંગી વિકાસ કાજે…
જગ આખુ આ જોઈ રહ્યું
તાકાત લોકતંત્રની,
નવા ભારતને નવા
સંકલ્પો વાળા મોદી મંત્રની…
મૂર્મૂજી મોદીજી અને યોગીજી
સાથે રહ્યા છે શાહ
અમૃત કાળ છે ભારત દેશનો
બોલો વાહ ભાઈ વાહ…
રામકાળમાં શબરીને
સન્માન મળ્યું શ્રી રામનું,
મોદીકાળમાં મુરમુજીને
સન્માન મળ્યું આખા દેશનું…
ગૌરવ છે ભારત દેશનું
ગૌરવ છે હિન્દુસ્તાનનું
ગૌરવ છે લોકતંત્રનું
ગૌરવ છે મહાન ભારત માતનું
જય હિન્દ જય ભારત
જય જય ગરવી ગુજરાત
નકુમ નકામું લખે નહિ
નમો તો સૌને ગમો
ના ન …મો… તો
દુનિયા ભમો….
લી.જીતેન્દ્ર વી.નકુમ અમદાવાદ …રાષ્ટ્રપતિ ચુંટણી ના પરણામ વેળા…21/7/2022