
” ગુરુ વંદના ” ઉત્સવ બાબતે જણાવતા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ શ્રી મહેન્દ્ર ત્રિવેદી કહે છે હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની ભેટ એટલે કે ગુરુ શિષ્યની પરંપરા.આ સંસ્કૃતિને લીધેજ વિદ્યા મેળવેલ શિષ્ય ખુબજ ઊંચી કક્ષાએ પહોંચવા છતાં તે પોતાના ગુરુને આદર આપવાનું ભૂલતો નથી. સંસ્કૃતિની આ અમૂલ્ય ભેટ એટલેકે ગુરુ શિષ્યની પરંપરા કે જેમાં કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય વિગેરે ના પ્રચાર, પ્રસાર તથા સંવર્ધન, સંરક્ષણ માટેનું અખિલ ભારતીય સંગઠન એટલે સંસ્કાર ભારતી જેમાં પાંચ પ્રકારના ઉત્સવ ઉજવવાના નક્કી થયા હોય તેમનો એક ઉત્સવ એટલે ગુરુ વંદના. આવા ભાવપૂજન કાર્યક્રમમાં વડીલ ગુરુજનોએ પોતાની શારીરિક તકલીફોને અવગણી ખુબજ ભાવપૂર્વક હાજર રહી ગુરુ વંદનાનો મોકો આપી અમોને ઉપકૃત કાર્ય છે.
ના ભૂતો ના ભવિષ્યતિ ” ગુરુ વંદના ”
જેમાં લલિતકલા, સાહિત્યકલા, નૃત્યકલા, સંગીત, ચિત્રકલા, નાટ્ય તેમજ લોકકલાના ૭૦વર્ષ ઉપરના કલાગુરુઓને લાગણી તથા આદરસ: સન્માનિત કરવાનો અવસર
“સંસ્કાર ભારતી ” કર્ણાવતી મહાનગર દ્વારા ભવ્યતા પૂર્વક સદ્વિચાર પરિવાર ખાતે સંપન્ન થયો.
આ પ્રસંગે ગુજરાત ના નામાંકિત સ્થાપત્યકાર ઓજસ હીરાની તથા ભૂ .પૂ.
ચીફ સેક્રેટરી પ્રવીણ કે. લહેરી જીએ વિશેષ હાજર રહી ૨૮ ગુરુજનોને ભાવપૂર્વક આવકાર્યા .કંકુ ચોખા દ્વારા સત્કાર્ય બાદ શ્રીફળ સાંકરનો પડો તથા સ્મૃતિભેટ અર્પણ કરી ગુરુ વંદના કરવામાં આવી.જેનાથી ભાવાત્મક પવિત્રતાનું અદભુત વાતાવરણ છવાયું હતું.આવા અનમોલ સંસ્કારોને ઉજાગર કરતા ગુરુ વંદના કાર્યક્રમના આયોજનમાં સંસ્કાર ભારતી સંસ્થાના પ્રમુખ શ્રી સલીલ મહેતા, મહામંત્રી શ્રી જીતેન્દ્ર ઠક્કર તેમજ કારોબારી સભ્ય સર્વશ્રી કવિ તુષાર શુક્લ, પંડિત નીરજ પરીખ, સી.ટી.પ્રજાપતિ, વિનય પંડ્યા,જીગર પંડ્યા, કુલીન પટેલ, દિલીપ દવે, વિરાજ અમર વિગેરે મિત્રોએ હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ ગુરુ વંદનાને પરંપરાગત ભાવપૂર્વક ઉજવી સફળ બનાવી. આવાજ ઉત્સવો દ્વારા સંસ્કાર ભારતી સંકલ્પ સાથે આપણી ભારતીય કલા, સંસ્કૃતિ, સંસ્કારનું જતન કરવાનો પ્રયાસ કરી રહી છે.
– વિનય પંડ્યા