
તા – ૨, જુલાઈ શનિવારે દિનેશ હોલ, આશ્રમરોડ, અમદાવાદ ખાતે ગુજરાત પત્રકાર સંઘ દ્વારા ગુજરાત ગૌરવ એવૉર્ડ – ૨૦૨૨, ગુજરાત પત્રકાર સંઘ ષષ્ટિપૂર્તિ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.ગુજરાત રાજ્યના માનનીય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રત અનિવાર્ય કારણોસર ઉપસ્થિત ના રહેતા મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ પ.પૂ. કનકેશ્વરી માતાજીના અધ્યક્ષ પદે સમારોહ યોજાયો હતો. પ.પૂ. કનકેશ્વરી માતાજીના વરદ હસ્તે ગુજરાતના ખ્યાતનામ પચાસ પત્રકારો – સાહિત્યકારો – સમાજસેવક મહાનુભાવોનું “ગુજરાત ગૌરવ એવોર્ડ – ૨૦૨૨” અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી ચંદ્રકાન્ત મહેતા,પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ, પદ્મશ્રી ઝવેરીલાલ મહેતા, અજય ઉમટી, શ્રી બી.આર.પ્રજાપતિ, શ્રી વિનય પંડ્યા. ડો.નિખિલ શાહ, વિજય મહેતા,
મીટ પટેલ,બાલકૃષ્ણ વ્યાસ, જગદીશ બ્રહ્મભટ્ટ, જગદીશ મેવા, મુકેશ રાજપૂત, નટુભાઈ ભટ્ટ, અમિત દવે, દિનેશ પટેલ, યોગેશ પટેલ, ક્ષિતિષભાઈ મદનમોહન, સંજય ચોક્સી, વિગેરે મહાનુભાવોને એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હતા.
મંચસ્થ મહાનુભાવોએ સાહિત્ય – પત્રકારત્વ વિષે પ્રાસંગિક પ્રવચન કર્યાહતા. પ.પૂ. કનકેશ્વરી માતાજીએ સાહિત્ય, પત્રકારત્વ, ધર્મ પર ઉચ્ચ વિચારો દરસાવ્યાં હતા. પત્રકાર સંઘના પ્રમુખ બી.આર.પ્રજાપતિએ સ્વાગત પ્રવચનમાં સંઘની કાર્યવાહીથી માહિતગાર કર્યા હતા.
– વિનય પંડ્યા