રાજ્યમાં આજે નવા 979 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 873 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.66 ટકા થઈ ગયો છે. હાલ 5781 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5767 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,34,243 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. કુલ 10,964 લોકોના મોત થયાં છે.
