PM મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખે તેમના માટે રાખડી મોકલી છે. આ સાથે તેમણે વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે પણ શુભકામનાઓ આપી છે. તેણે કહ્યું કે, તેણે પોતે PM મોદી માટે આ રાખડી બનાવી છે અને તેમાં સિલ્ક રિબન વડે એમ્બ્રોઇડરી કરેલી ડિઝાઇન બનાવી છે. મોહસિને કહ્યું છે કે, આ વખતે તેને પૂરી આશા છે કે તે PM મોદીને મળી શકશે. તે ચોક્કસ મને દિલ્હી બોલાવશે.